Posts

Showing posts from September, 2020

ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)

Image
ભાદરવાની ભેંસ (વાર્તા)          ગામડે થી આવેલી રાધાને શહેરનાં રંગઢંગ ફાવે નહીં, આતો ગરીબીમાંથી થોડી આઝાદી મળે અને ગામડે રહેતાં આઠ સદસ્યો વાળા ઘરમાં બે વખતનું ભોજન મળી રહે એટલે ગામડું છોડી શહેર માં લોકોનાં ઘરકામ કરી જે રૂપિયા મળે તો ગુજરાન ચાલે એ ઈચ્છા થી એક દિવસ વડોદરા શહેર નાં બસ ડેપો પર ઉતરી રાધા આમ તેમ ફાંફાં મારતી હતી  બધે પાણી ભરાયાં હતાં. ભાદરવો ભરપૂર જામ્યો હતો, રાધા પોતાનાં ઘાઘરી પોલકા ને સંકેલતી ધીમે થી ડેપો ની એકબાજુ ઊભી રહી  ક્યાં જાઉં ? નવું શહેર, નવાં લોકો, એ વિચારોમાં ખોવાયેલી હતી . ત્યાં જ એક પંચાવન - સાઈઠ વર્ષ ના બા - દાદા એકબીજાનો ટેકો લઈ જતાં હતાં, ત્યાં જ દાદા નો ટેકો છૂટ્યો ને બા નીચે પાણી ભરાયેલાં ખાબોચીયામાં પડી ગયા. ‌ રાધા તરત દોડી ને બા ને સાચવીને ઊભા કરી એક બાજુ એ બેસાડી ઝટ જઈ પાણી લઈ આવી. બા એ રાધા ને ઘણાં આશીર્વાદ આપ્યા.સાથે નામ પૂછ્યું અને ઠામ શું છે તારું? અહીં શું કરે છે? જેવાં સામાન્ય સવાલો કરી વાત શરૂ કરી.ત્યાં તો રાધાનાં આંખે " ગંગા જમના" વહેવા લાગી,અને બધી આપવીતી સંભળાવી તો બા - દાદાએ એકબીજાની સામે જોયું અને જાણે ઈશારા...