Posts

SAHIL KI DIARY SE

Image
                                              Badalo se Tapkti bund hamne dekhi h,    Khule asman se Tapkati dhup hamne dekhi h.                                     Sagar ki Gaharai se kyo darte ho ?        Sahil pe kashti Paltate hua hamne dekhi h.                                                       Sahil ✍️          ****       ***बादलों से टपकती बूँद हमने देखी है,***  ***खुले आसमान से टपकती धूप हमने देखी है।***      ***सागर की गहराई से क्यों डरते हो?***   ***साहिल पे कश्ती पलटते हुए हमने देखी है।***               ...

ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)

Image
ભાદરવાની ભેંસ (વાર્તા)          ગામડે થી આવેલી રાધાને શહેરનાં રંગઢંગ ફાવે નહીં, આતો ગરીબીમાંથી થોડી આઝાદી મળે અને ગામડે રહેતાં આઠ સદસ્યો વાળા ઘરમાં બે વખતનું ભોજન મળી રહે એટલે ગામડું છોડી શહેર માં લોકોનાં ઘરકામ કરી જે રૂપિયા મળે તો ગુજરાન ચાલે એ ઈચ્છા થી એક દિવસ વડોદરા શહેર નાં બસ ડેપો પર ઉતરી રાધા આમ તેમ ફાંફાં મારતી હતી  બધે પાણી ભરાયાં હતાં. ભાદરવો ભરપૂર જામ્યો હતો, રાધા પોતાનાં ઘાઘરી પોલકા ને સંકેલતી ધીમે થી ડેપો ની એકબાજુ ઊભી રહી  ક્યાં જાઉં ? નવું શહેર, નવાં લોકો, એ વિચારોમાં ખોવાયેલી હતી . ત્યાં જ એક પંચાવન - સાઈઠ વર્ષ ના બા - દાદા એકબીજાનો ટેકો લઈ જતાં હતાં, ત્યાં જ દાદા નો ટેકો છૂટ્યો ને બા નીચે પાણી ભરાયેલાં ખાબોચીયામાં પડી ગયા. ‌ રાધા તરત દોડી ને બા ને સાચવીને ઊભા કરી એક બાજુ એ બેસાડી ઝટ જઈ પાણી લઈ આવી. બા એ રાધા ને ઘણાં આશીર્વાદ આપ્યા.સાથે નામ પૂછ્યું અને ઠામ શું છે તારું? અહીં શું કરે છે? જેવાં સામાન્ય સવાલો કરી વાત શરૂ કરી.ત્યાં તો રાધાનાં આંખે " ગંગા જમના" વહેવા લાગી,અને બધી આપવીતી સંભળાવી તો બા - દાદાએ એકબીજાની સામે જોયું અને જાણે ઈશારા...

"ફરાળી સ્પાઈસી મસાલા વડા" 👩‍🍳ધનેશ્વરી કિરણકુમાર જોશી.

Image
"ફરાળી સ્પાઈસી મસાલા વડા"    (farali spicy masala vada)  આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો.  100 ગ્રામ શિંગોડાનો લોટ  100 ગ્રામ રાજગરાનો લોટ 150 ગ્રામ મોરિયાનો લોટ,  1 વાટકી દહીં 100 ગ્રામ ફુદીના ના પાન 50 ગ્રામ ઝીણી સમારેલી કોથમીર મીઠું અથવા સિંધવમીઠું સ્વાદ મુજબ 3 ચમચી આદું-મરચાંની પેસ્ટ 50 ગ્રામ શેકેલા સિંગ દાણા 1 ચમચી લીંબુ નો રસ જરૂર મુજબ  1 થી 2 ચમચી તલ તેલ - જરૂર પ્રમાણે ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ  50 ગ્રામ નાળિયેરનું ખમણ સૌ પ્રથમ ફરાળી વડા બનાવવા માટે શિંગોડાનો લોટ રાજગરાનો લોટ, ગ્રામ મોરિયાનો લોટ લઈ લોટમાં તેલનું મોણ નાખીને તેમાં તલ અને શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો,ઝીણી સમરેલા ફુદીનાના પાન કોથમીર આદું -મરચા ની પેસ્ટ, મીઠું અથવા સિંધવમીઠું નાખી ને મિક્ષ કરી કઠણ વડા નો લોટ બાંઘી થેપી ને વડા તૈયાર કરવા. હવે કડાઈ અથવા પેન માં તેલ મૂકી ને લાલાશ પડતા મ...

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

Image
+ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ + https://www.facebook.com/groups/361343508037630/permalink/742112449960732/?sfnsn=mo&d=n&vh=i વાનગી-1 ''સ્પાઈસી ફરાળી મોમોઝ''   (Spicy Farari Momos, Dhara Kitchen Recipe)          આજે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી વાનગી છે.   સામગ્રી 500 ગ્રામ ફરાળી લોટ 2 થી ત્રણ બટેકા બાફેલા  2 ગાજર છીણેલું  50 ગ્રામ શેકેલા સીંગદાણા  25 ગ્રામ તલ  1 ચમચી લાલ મરચું 2 નંગ ટમેટા  2 ચમચી આદુ, મરચા ની પેસ્ટ  1 ચમચી જીરું અને વરિયાળી  અડધી ચમચી ચીલી ફ્લેક્સ  સિંધવ મીઠુ સ્વાદ પ્રમાણે  તેલ વઘાર માટે  ગ્રેવી બનાવવા માટે : બે થી ત્રણ ટમેટા ની પેસ્ટ અને આદુ, મરચા ની પેસ્ટ તેમજ ગાજર છીણેલું લેવું.  રીત :=  સૌ પ્રથમ ફરાળી લોટમાં જીરું, સિંધવ મીઠું તલ અને તેલ નું મણ નાખી લોટ બાંધી લઈશુ. ત્યાર પછી મોમોઝ નું સ્ટફિંગ માટે બાફેલા બટેકા અને શેકેલા સીંગદા...

"શ્રાવણ મહિનો આવ્યો" ✍️✍️અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા.

Image
  શ્રાવણ મહિનો આવ્યો.... શ્રાવણ માસ રે  આવ્યો,....(૨)   અરે, પાવન માસ રે આવ્યો,  હરિ - હર ને સાથે લાવ્યો, કેવો રૂડો  મેળો રે  ભરાયો......                       વ્હાલો, શ્રાવણ...... દિવાસો થી શરૂ રે થાતો, દશા માં ને સાથે  રે લાવતો રાંધણ છઠ્ઠ ને સાતમ આવી, કુલેર - વડા ની મજા રે માણી, જન્માષ્ટમી નો દિવસ રે આવ્યો, મારો કાનુડો જો ને કેવો રે ડાહ્યો.                      જોને,રૂડો શ્રાવણ...... નાળિયેરી પૂનમ રે આવી, દરિયા ખેડૂ એ નાવ રે સજાવી, બહેને ભાઈ ને રાખડી રે બાંધી, રક્ષાકવચ સંગ મોટી ભેટ રે વધાવી, ભાઈ - બેન ની જોડી રે રાજી, કહે સૌ રે વ્હાજી..... વ્હાજી.            બોલો વ્હાલો શ્રાવણ.....  શ્રાવણ માસ રે આવ્યો ....(૨) By, ✍️✍️✍️ અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા. Published By Shailesh Joshi

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.

Image
                              " એક શિક્ષક " આમ જુઓ તો, હું એક શિક્ષક છું, વિધાર્થીઓ માટે મોટું  હું શાસ્ત્ર છું. વિધાર્થીઓ ની ભૂલ બધી સુધારું, હું એક શિક્ષક છું,  ગડમથલ હોય તો ગડ ઉકેલી આપું એવો શિક્ષક છું. જિંદગી જીવવા જરૂરી વ્યવહારીક જ્ઞાન આપું છું, અજ્ઞાન હટાવી સૌનું, જીવનમાં ઘડતર કરું છું. આજ ખર્ચે  કાલ મળે, એવું હું વળતર દઉં છું, જીવન સુધારે સૌનું, એટલે તો હું એક શિક્ષક છું. ભાવમાં સાવ સસ્તું શિક્ષણ,પણ જીવન ઘડતર નો પાયો છું, ભણ્યાં નાં વર્ષો પછી મળશે વળતર એવો આજનો શિક્ષક છું. જિંદગી ભણતર વગર બેકાર છે, એવો હું ગણતર છું, ગર્વથી કહો ભાઈ, સાચી શિક્ષા આપનાર હું શિક્ષક છું... By, ✍️✍️ ભાવના ભટ્ટ (અમદાવાદ) #એક શિક્ષક #ભાવના ભટ્ટ #સાહિલ Published By,  Shailesh joshi    (સાહિલ)

મેઘ ✍️✍️ રાગીની શુકલ "રાગ" (મુંબઈ, કાંદિવલી)

Image
                  " મેઘ" કાળા ડીબાંગ આવ્યાં. ગાજતાં ને વાજતાં દોડતા ને દોડતા આવ્યાં.  છૂપાઈ જાય સૂયૅ રમે  આજ આંખ મીચોલી. પોકારે સવૅે જીવ તને. ધણ ધળ ધળે ધરતી. પેલો મેઘલો ગગન ગજાવતો. વાયુસેનાં સાથે લાવ્યો. દોડો દોડો આવ્યેા રે મેઘ ફર ફર ફોરા પડે. ભીંજાવે તનડાં ને મનડાંને... ઝૂમે વૃક્ષો ને લળે ડાળીઓ. વન ઉપવનમાં ટહુકે મોરલા. અષાઢી મેઘ ને થોડી વિજળી ઝબુકે. એના રે પડઘા ડુંગરાઓ ઝીલે.. કે તમે વરસો ઝરમર ઝરમર.. વાદલડીઓ એ જાણે ભીના ગગનમાંથી.. કોઈનું રુદન આવ્યું. કે વહેતું ધરણું ખળખશ વહે.. કે ખેચી સાંકળ પાણીની.. કે તૃપ્તી કરાવે ધરતીની છાતી ને.. સોળે કળાએ ખીલે ધરતી  આવ મેઘ ને...    By,   ✍️✍️  રાગીની શુકલ         "રાગ"   (મુંબઈ ,કાંદિવલી ) Published by Shailesh Joshi (સાહિલ)

''સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી'' ✍️✍️ અવની શિવાંગ દવે, "શિવે સ્વરી" વડોદરા

Image
સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી ______________ _________ ઠુમક ઠુમક કરતી ચાલે રે એ નખરાળી, નવોઢા  લાગે તે તો રૂપ  ની રે  મહારાણી, સજી રે સોળે શણગાર , જળ ભરવાં ચાલી રે પનિહારી. લટકતી શિખા જાણે સર્પ ની સવારી, લલાટે લટકતી લટ ની તેને તો ઘણી રે ખુમારી,  વહે છે તેના રૂપ નો રે સાગર,     જોતો, પનિહારી ભરવાં ચાલી રે ગાગર. ગામડાં ની કેડીઓ રે  મહેકાવી, જાગ્યું રે મહેરામણ જોવા તેને દોટ રે લગાવી, જોબન જાણે મહેકાવે રે ઉપવન, ગુણો રે તેના ગામ ને પણ બનાવે મધુવન. ભણેલી ગણેલી ચતુર એ તો નાર, દીપાવ્યા, બંને કુળ તેણે કર્યો રે બેડો પાર. અંતે રચના નો છે એક જ સાર.... સ્ત્રી નું કર સન્માન તો થાશે તારો ભવ રે પાર. By, ✍️✍️ અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા # શિવે સ્વરી # અવની શિવાંગ દવે # પનિહારી  #SAHIL Published By,   Shailesh Joshi        (sahil)

ઊર્મિ ....✍️✍️✍️પરેશા ભટૃ, (ખંભાત)

Image
  ઊર્મિ....          ઊર્મિ અને ઉમંગ નાનપણ ના મિત્રો, બન્ને મિત્રો એકબીજા વિના રહી ના શકે જાણે બે ખોળિયા માં એક જીવ.  સાથે સાથે મોટા થયા ઉમંગ ડૉક્ટર બન્યો અને ઊર્મિ પણ સારૂ ભણી જોબ કરતી હતી. બંન્નેય એકબીજાના માટે બનેલા એટલે બે પરિવારોએ પ્રેમી પંખીડાને પરણાવ્યા. ઊર્મિ નુ આકાશ બસ એનો ઉમંગ, ન ક્યાંય ઉડી આકાશ આંબવાની ઇચ્છા, બસ વહેતી નિરંતર ઝરણાં સમ, પ્રેમ અને ભાવનાના મોજા સંગ. ઉમંગ અને ઊર્મિનો સુખી સંસાર ચાલતો હતો.                                      ''પણ વિધિની વક્રતા એ કંઇક બીજુ જ વિચારેલું''          ઉમંગ ના હોસ્પીટલમાં અવની નામની સુંદર વાચાળ નર્સ આવી અને દિશા બદલાઇ ગઇ. અવની એટલે જાણે સુંદરતા ની મુરત જેના દેખાવ થી ભલભલા પુરુષનું હૈયું ધબાકરો ચુકી જતું, તેની સાથે બે ઘડી વાત કરવા માટે હોસ્પિટલ ના બધા જવાનિયાઓમાં જાણે હરિફાયઈ લાગી હોય. ઉમંગ અને અવની આખો દિવસ સાથે વિતાવતા હતા, અવની ની ચંચળતા સામે ઊર્મિના પ્રેમ નો રંગ ઝાંખો પ...

''ઓ દિકરી'' ✍️✍️ ભાવના ભટ્ટ (અમદાવાદ)

Image
''ઓ દિકરી'' ઓ દિકરી તે ઘણી સફર કરી, હલેસાં વગર નાવ ની સફર કરી.  સૌની સેવા કરતાં આ દુ:ખ વધે, જશ મળ્યો ના કોઈએ કદર કરી.  હતાં ઈશ્વર એક દિ' નવરા તેથી, દિકરી ઘડી ધરતી પર નજર કરી, માવતર નાં મરણ પછી મોહ જો, પિયરની મિટ્ટી જાનથી પ્યારી કરી.  સમય જે તારો સાસરે  ગયો, સૌને ખુશ કરવામાં હોડ કરી. દિકરી બે કૂળને તાર્યા ભેખ ધરી,  સમાજમાં એ વાતે અસર  કરી.. By, ✍️✍️✍️✍️ ભાવના ભટ્ટ  (અમદાવાદ) published by, shailesh joshi     'સાહિલ'