Posts

Showing posts from July, 2020

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

Image
+ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ + https://www.facebook.com/groups/361343508037630/permalink/742112449960732/?sfnsn=mo&d=n&vh=i વાનગી-1 ''સ્પાઈસી ફરાળી મોમોઝ''   (Spicy Farari Momos, Dhara Kitchen Recipe)          આજે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી વાનગી છે.   સામગ્રી 500 ગ્રામ ફરાળી લોટ 2 થી ત્રણ બટેકા બાફેલા  2 ગાજર છીણેલું  50 ગ્રામ શેકેલા સીંગદાણા  25 ગ્રામ તલ  1 ચમચી લાલ મરચું 2 નંગ ટમેટા  2 ચમચી આદુ, મરચા ની પેસ્ટ  1 ચમચી જીરું અને વરિયાળી  અડધી ચમચી ચીલી ફ્લેક્સ  સિંધવ મીઠુ સ્વાદ પ્રમાણે  તેલ વઘાર માટે  ગ્રેવી બનાવવા માટે : બે થી ત્રણ ટમેટા ની પેસ્ટ અને આદુ, મરચા ની પેસ્ટ તેમજ ગાજર છીણેલું લેવું.  રીત :=  સૌ પ્રથમ ફરાળી લોટમાં જીરું, સિંધવ મીઠું તલ અને તેલ નું મણ નાખી લોટ બાંધી લઈશુ. ત્યાર પછી મોમોઝ નું સ્ટફિંગ માટે બાફેલા બટેકા અને શેકેલા સીંગદા...

"શ્રાવણ મહિનો આવ્યો" ✍️✍️અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા.

Image
  શ્રાવણ મહિનો આવ્યો.... શ્રાવણ માસ રે  આવ્યો,....(૨)   અરે, પાવન માસ રે આવ્યો,  હરિ - હર ને સાથે લાવ્યો, કેવો રૂડો  મેળો રે  ભરાયો......                       વ્હાલો, શ્રાવણ...... દિવાસો થી શરૂ રે થાતો, દશા માં ને સાથે  રે લાવતો રાંધણ છઠ્ઠ ને સાતમ આવી, કુલેર - વડા ની મજા રે માણી, જન્માષ્ટમી નો દિવસ રે આવ્યો, મારો કાનુડો જો ને કેવો રે ડાહ્યો.                      જોને,રૂડો શ્રાવણ...... નાળિયેરી પૂનમ રે આવી, દરિયા ખેડૂ એ નાવ રે સજાવી, બહેને ભાઈ ને રાખડી રે બાંધી, રક્ષાકવચ સંગ મોટી ભેટ રે વધાવી, ભાઈ - બેન ની જોડી રે રાજી, કહે સૌ રે વ્હાજી..... વ્હાજી.            બોલો વ્હાલો શ્રાવણ.....  શ્રાવણ માસ રે આવ્યો ....(૨) By, ✍️✍️✍️ અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા. Published By Shailesh Joshi

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.

Image
                              " એક શિક્ષક " આમ જુઓ તો, હું એક શિક્ષક છું, વિધાર્થીઓ માટે મોટું  હું શાસ્ત્ર છું. વિધાર્થીઓ ની ભૂલ બધી સુધારું, હું એક શિક્ષક છું,  ગડમથલ હોય તો ગડ ઉકેલી આપું એવો શિક્ષક છું. જિંદગી જીવવા જરૂરી વ્યવહારીક જ્ઞાન આપું છું, અજ્ઞાન હટાવી સૌનું, જીવનમાં ઘડતર કરું છું. આજ ખર્ચે  કાલ મળે, એવું હું વળતર દઉં છું, જીવન સુધારે સૌનું, એટલે તો હું એક શિક્ષક છું. ભાવમાં સાવ સસ્તું શિક્ષણ,પણ જીવન ઘડતર નો પાયો છું, ભણ્યાં નાં વર્ષો પછી મળશે વળતર એવો આજનો શિક્ષક છું. જિંદગી ભણતર વગર બેકાર છે, એવો હું ગણતર છું, ગર્વથી કહો ભાઈ, સાચી શિક્ષા આપનાર હું શિક્ષક છું... By, ✍️✍️ ભાવના ભટ્ટ (અમદાવાદ) #એક શિક્ષક #ભાવના ભટ્ટ #સાહિલ Published By,  Shailesh joshi    (સાહિલ)

મેઘ ✍️✍️ રાગીની શુકલ "રાગ" (મુંબઈ, કાંદિવલી)

Image
                  " મેઘ" કાળા ડીબાંગ આવ્યાં. ગાજતાં ને વાજતાં દોડતા ને દોડતા આવ્યાં.  છૂપાઈ જાય સૂયૅ રમે  આજ આંખ મીચોલી. પોકારે સવૅે જીવ તને. ધણ ધળ ધળે ધરતી. પેલો મેઘલો ગગન ગજાવતો. વાયુસેનાં સાથે લાવ્યો. દોડો દોડો આવ્યેા રે મેઘ ફર ફર ફોરા પડે. ભીંજાવે તનડાં ને મનડાંને... ઝૂમે વૃક્ષો ને લળે ડાળીઓ. વન ઉપવનમાં ટહુકે મોરલા. અષાઢી મેઘ ને થોડી વિજળી ઝબુકે. એના રે પડઘા ડુંગરાઓ ઝીલે.. કે તમે વરસો ઝરમર ઝરમર.. વાદલડીઓ એ જાણે ભીના ગગનમાંથી.. કોઈનું રુદન આવ્યું. કે વહેતું ધરણું ખળખશ વહે.. કે ખેચી સાંકળ પાણીની.. કે તૃપ્તી કરાવે ધરતીની છાતી ને.. સોળે કળાએ ખીલે ધરતી  આવ મેઘ ને...    By,   ✍️✍️  રાગીની શુકલ         "રાગ"   (મુંબઈ ,કાંદિવલી ) Published by Shailesh Joshi (સાહિલ)

''સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી'' ✍️✍️ અવની શિવાંગ દવે, "શિવે સ્વરી" વડોદરા

Image
સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી ______________ _________ ઠુમક ઠુમક કરતી ચાલે રે એ નખરાળી, નવોઢા  લાગે તે તો રૂપ  ની રે  મહારાણી, સજી રે સોળે શણગાર , જળ ભરવાં ચાલી રે પનિહારી. લટકતી શિખા જાણે સર્પ ની સવારી, લલાટે લટકતી લટ ની તેને તો ઘણી રે ખુમારી,  વહે છે તેના રૂપ નો રે સાગર,     જોતો, પનિહારી ભરવાં ચાલી રે ગાગર. ગામડાં ની કેડીઓ રે  મહેકાવી, જાગ્યું રે મહેરામણ જોવા તેને દોટ રે લગાવી, જોબન જાણે મહેકાવે રે ઉપવન, ગુણો રે તેના ગામ ને પણ બનાવે મધુવન. ભણેલી ગણેલી ચતુર એ તો નાર, દીપાવ્યા, બંને કુળ તેણે કર્યો રે બેડો પાર. અંતે રચના નો છે એક જ સાર.... સ્ત્રી નું કર સન્માન તો થાશે તારો ભવ રે પાર. By, ✍️✍️ અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા # શિવે સ્વરી # અવની શિવાંગ દવે # પનિહારી  #SAHIL Published By,   Shailesh Joshi        (sahil)

ઊર્મિ ....✍️✍️✍️પરેશા ભટૃ, (ખંભાત)

Image
  ઊર્મિ....          ઊર્મિ અને ઉમંગ નાનપણ ના મિત્રો, બન્ને મિત્રો એકબીજા વિના રહી ના શકે જાણે બે ખોળિયા માં એક જીવ.  સાથે સાથે મોટા થયા ઉમંગ ડૉક્ટર બન્યો અને ઊર્મિ પણ સારૂ ભણી જોબ કરતી હતી. બંન્નેય એકબીજાના માટે બનેલા એટલે બે પરિવારોએ પ્રેમી પંખીડાને પરણાવ્યા. ઊર્મિ નુ આકાશ બસ એનો ઉમંગ, ન ક્યાંય ઉડી આકાશ આંબવાની ઇચ્છા, બસ વહેતી નિરંતર ઝરણાં સમ, પ્રેમ અને ભાવનાના મોજા સંગ. ઉમંગ અને ઊર્મિનો સુખી સંસાર ચાલતો હતો.                                      ''પણ વિધિની વક્રતા એ કંઇક બીજુ જ વિચારેલું''          ઉમંગ ના હોસ્પીટલમાં અવની નામની સુંદર વાચાળ નર્સ આવી અને દિશા બદલાઇ ગઇ. અવની એટલે જાણે સુંદરતા ની મુરત જેના દેખાવ થી ભલભલા પુરુષનું હૈયું ધબાકરો ચુકી જતું, તેની સાથે બે ઘડી વાત કરવા માટે હોસ્પિટલ ના બધા જવાનિયાઓમાં જાણે હરિફાયઈ લાગી હોય. ઉમંગ અને અવની આખો દિવસ સાથે વિતાવતા હતા, અવની ની ચંચળતા સામે ઊર્મિના પ્રેમ નો રંગ ઝાંખો પ...

''ઓ દિકરી'' ✍️✍️ ભાવના ભટ્ટ (અમદાવાદ)

Image
''ઓ દિકરી'' ઓ દિકરી તે ઘણી સફર કરી, હલેસાં વગર નાવ ની સફર કરી.  સૌની સેવા કરતાં આ દુ:ખ વધે, જશ મળ્યો ના કોઈએ કદર કરી.  હતાં ઈશ્વર એક દિ' નવરા તેથી, દિકરી ઘડી ધરતી પર નજર કરી, માવતર નાં મરણ પછી મોહ જો, પિયરની મિટ્ટી જાનથી પ્યારી કરી.  સમય જે તારો સાસરે  ગયો, સૌને ખુશ કરવામાં હોડ કરી. દિકરી બે કૂળને તાર્યા ભેખ ધરી,  સમાજમાં એ વાતે અસર  કરી.. By, ✍️✍️✍️✍️ ભાવના ભટ્ટ  (અમદાવાદ) published by, shailesh joshi     'સાહિલ'

''માયા લાગી'' ✍️✍️ રાગીની શુકલ "રાગ" (મુંબઈ, કાંદિવલી)

Image
''માયા લાગી'' મીરાંનાં મનમાં માયા લાગી. શ્યામનાં રંગમાં રંગાવું છે. મારે શ્યામનાં રંગમાં. દિ' હોય કે રાત હોય મને કાના તારા રંગમાં રંગાવું છે. મેં તો સુદબુદ ખોઈ રે. રાણાનાં ઝેરના કટોરા પીધા રે. હું તો તારી દિવાની,  બની  મીરાં... મારા મન મંદિરમાં તમને પ્રિયતમ બનાવ્યાં હવે તો. ઓ મારા રંગ રસિયા કાના. મારી આશાનાં તાેરણ હાર તમે. તમ ખાતર બની હું જોગણ કાના... લીધો એકતારો હાથમાં કેવી રે ઉત્કૃષ્ટ છું હું. દિલની તૃપ્ત જમીન પર માત્ર કૃષ્ણનાં દશૅનની જ આશા છે. મને તો એકતારો લગાવવાની જ હેલી લાગી. મેં તો તને પામવા દીધી કેટકેટલી પરીક્ષાઓ.. પિયુનાં તજી જવાથી વિરહણ ને વેદનાનું દુ:ખ ભારી પડતા ઘર છોડીને જઈ ના શકે કયાંય માટે મુરલીધર આવીને જતો રહે તો. આંગળીના વેઢા ગણતા ગણતા ઘસાઈ ગયા. કેટલી કરાવીશ પ્રતીક્ષા મીરાં કહે.. વાલા. કેટલી કરુ...? ઝાંઝ, મૃદંગ, વાંસળી, એકતારો વાગ્યો ને વસંત ઋતુની પધરામણી.. મીરાં અરજ કરે પ્રભુ.. દશૅનની પ્યાસી જન્મોજન્મની. કૃષ્ણ ઘેલી મીરાંનો ને રાધાનો સ્વાગ કેવો ? દિલને સ્પશીૅ જાય છે. મીરાંની ભકિતનું પાનુ કાઢી લઈએ તો.. જાણે કૃષ્ણ અધૂરા લાગે. મીરાં તો પ્રેયસી છે ને. મહ...

''એક સિનિયર એમ.આર. ની વ્યથા'' ✍✍ ઋત્વિજ પટેલ (ગુમનામ)

Image
  ''એક સિનિયર એમ.આર. ની વ્યથા''       સૂર્યથી સળગતી ધરતી માતા પર અડગ ડગલાં ભરતો ભરતો એ આગળ વધતો હતો . ના રાત ના દિવસ નુ ભાન હતું એને . એ આગળ ડગલાં ભરતો હતો . અંધકારને ચિરીને આગળ વધતા પ્રકાશની જેમ દર્દીઓમાં એ આશાનું કિરણ હતો . એનું નામ બ્રિજેશ હતું . પણ એનું કામ બહુ અઘરું હતું . સવારે ટિફિનનો ડબ્બો લઈને આશરે પાંચ - છ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી જાય . પાસે કંપની એ આપેલી સેમ્પલ થી ભરેલી મોટી બેગ અને દાક્તર ને આપવાના અંગ્રેજી ભાષા માં લખેલા કાગળિયા . આખો દિવસ એક દવાની દુકાન થી બીજી દુકાન ને એક દાક્તર થી બીજા દાક્તર ની હોસ્પિટલ સુધી ફરતો રહેતો ને કંપની ને આપેલા દવાના સેમ્પલ ને કાગળિયા આપતો રહેતો . વચ્ચે જો થોડો સમય મળી જાય તો ચા ની દુકાન પણ બેસી ને ટિફિન ખાઈ લેતો . આવતા જતા લોકો ને જોતો રહેતો . ક્યારેક ક્યાંક બાગ દેખાઈ જાય તો એમાં જઈ ને મખમલી ઘાસ પર લંબાવી દે તો ને એક જોકું ખાઈ લેતો . ફરી સાંજે એ જ દોડાદોડી ને રાત્રે દસ વાગ્યા ન...