સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.
+ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ +
વાનગી-1
''સ્પાઈસી ફરાળી મોમોઝ''
(Spicy Farari Momos, Dhara Kitchen Recipe)
આજે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી વાનગી છે.
સામગ્રી
- 500 ગ્રામ ફરાળી લોટ
- 2 થી ત્રણ બટેકા બાફેલા
- 2 ગાજર છીણેલું
- 50 ગ્રામ શેકેલા સીંગદાણા
- 25 ગ્રામ તલ
- 1 ચમચી લાલ મરચું
- 2 નંગ ટમેટા
- 2 ચમચી આદુ, મરચા ની પેસ્ટ
- 1 ચમચી જીરું અને વરિયાળી
- અડધી ચમચી ચીલી ફ્લેક્સ
- સિંધવ મીઠુ સ્વાદ પ્રમાણે
- તેલ વઘાર માટે
ગ્રેવી બનાવવા માટે: બે થી ત્રણ ટમેટા ની પેસ્ટ અને આદુ, મરચા ની પેસ્ટ તેમજ ગાજર છીણેલું લેવું.
રીત :=
સૌ પ્રથમ ફરાળી લોટમાં જીરું, સિંધવ મીઠું તલ અને તેલ નું મણ નાખી લોટ બાંધી લઈશુ.
ત્યાર પછી મોમોઝ નું સ્ટફિંગ માટે બાફેલા બટેકા અને શેકેલા સીંગદાણા અને તલ નો ભૂકો આદુ, મરચા ની પેસ્ટ ગાજર છીણેલા અને વરિયાળી નાખી ને બરાબર મીક્સ કરીને મોમોઝ નું સ્ટફિંગ રેડી કરશુ.
હવે પછી બાંધેલા લોટ માંથી નાની નાની એક સરખી પુરી વણી લેશુ હવે એમાં બનાવેલું મોમોઝ નું સ્ટફિંગ ભરસુ અને તમને ગમતા શેપ માં તેને વારી લેશુ.
ત્યાર બાદ રાઈસ કુકર અથવા ઈડલી ના કુકર માં થોડું પાણી મૂકી ફરાળી મોમોઝ ને સ્ટીમ કરવા મુકશુ થોડી વાર પછી ફરાળી મોમોઝ ચેક કરશુ જો એક્દમ ટ્રાન્સ્પરેન્ટ દેખાય તો તૈયાર છે સરસ મજા ના ફરાળી સ્ટીમ મોમોઝ.
હવે ફરાળી સ્ટીમ મોમોઝ ને વઘારવા માટે એક પેન માં બે ચમચી તેલ વઘારમાં મુકશુ તેમાં જીરું અને વરિયાળી નાખી પછી આદુ, મરચા ની પેસ્ટ તેમજ ગાજર છીણેલું નાખી થોડી વાર માટે ચડવા દેસુ અને પછી તેમાં સ્ટીમ થયેલા મોમોઝ નાખી ટમેટા ની પેસ્ટ અને જરૂર પ્રમાણે ચીલી પાઉડર અને મીઠું નાખશુ અને પાંચ મિનિટ પછી ગેસ ને બન્ધ કરી દેસુ તો તૈયાર છે સ્પાઈસી ફરાળી મોમોઝ.
હવે સ્પાઈસી ફરાળી મોમોઝ ને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્પાઈસી ફરાળી મોમોઝ.
વાનગી-2
''ફરાળી સ્ટીમ મોમોઝ''
(Farari Steam Momos, Dhara Kitchen Recipe)
આજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે.
સામગ્રી
- 500 ગ્રામ ફરાળી લોટ
- 2 થી ત્રણ બટેકા બાફેલા
- 50 ગ્રામ શેકેલા સીંગદાણા
- 25 ગ્રામ તલ
- 2 ચમચી આદુ, મરચા ની પેસ્ટ
- 1 ચમચી જીરું અને વરિયાળી
- અડધી ચમચી ચીલી ફ્લેક્સ
- સિંધવ મીઠુ સ્વાદ પ્રમાણે
રીત :=
સૌ પ્રથમ ફરાળી લોટમાં જીરું, સિંધવ મીઠું તલ અને તેલ નું મણ નાખી લોટ બાંધી લઈશુ
ત્યાર પછી મોમોઝ નું સ્ટફિંગ માટે બાફેલા બટેકા અને શેકેલા સીંગદાણા અને તલ નો ભૂકો આદુ, મરચા ની પેસ્ટ અને વરિયાળી નાખી ને બરાબર મીક્સ કરીને મોમોઝ નું સ્ટફિંગ રેડી કરશુ
હવે પછી બાંધેલા લોટ માંથી નાની નાની એક સરખી પુરી વણી લેશુ હવે એમાં બનાવેલું મોમોઝ નું સ્ટફિંગ ભરસુ અને તમને ગમતા શેપ માં તેને વારી લેશુ
ત્યાર બાદ રાઈસ કુકર અથવા ઈડલી ના કુકર માં થોડું પાણી મૂકી ફરાળી મોમોઝ ને સ્ટીમ કરવા મુકશુ થોડી વાર પછી ફરાળી મોમોઝ ચેક કરશુ જો એક્દમ ટ્રાન્સ્પરેન્ટ દેખાય તો તૈયાર સરસ મજા ના ફરાળી સ્ટીમ મોમોઝ તૈયાર છે...
હવે ફરાળી સ્ટીમ મોમોઝ ને લીલા ધાણા અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી સ્ટીમ મોમોઝ.
By,
ધનેશ્વરી કિરણ કુમાર જોશી.
Published By,
Shailesh joshi
(સાહિલ)






વાહ બેન ખૂબ સરસ
ReplyDeleteThank you
Deleteવાહ, ખૂબ સરસ રેસિપી..
ReplyDeleteThank you
Delete