''ગુરૂપૂર્ણિમા" ✍️ મીરા ડી વ્યાસ (રાજકોટ)
અષાઢી પૂર્ણિમાએ ગુરૂપૂર્ણિમા ઉજવણી કરીએ છીએ સંસારમાં દરેક વ્યક્તિ નાં જીવનમાં એક ગુરૂ હોવા જરૂરી છે.
ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે ગુરૂ એટલે કોઈ સંત મહાત્માકે કોઈ પંડિતજી હોવા જોઈએ પરંતુ એવુ નથી,
આપણા માતા, પિતા, કે મિત્ર કે આપણને શાળા કે કોલેજના શિક્ષક પણ હોઇ શકે.
જેને આપણે ગુરૂ માની જ્ઞાન, સદકર્મ, અને સુસંસ્કારોનો વારસો ભેટ મેળવીએ છીએ.
બાળકો માટે શાળા એવી જ્ઞાનરૂપી શાળા છે જયાં એક બાળક પહેલીવાર ગુરૂ ના સંપર્કમાં આવે છે અને આ પાઠશાળા માંથી જ બાળકો પોતાના જીવન ઘડતરના પાઠ ભણે છે.
પુરાતન કાળમાં શાળા કોલેજો હતા નહિ તેથી બાળકોને આશ્રમમાં રહી ગુરૂ સાનિધ્ય અપનાવી વિદ્યા ગ્રહણ કરતા અને સંપૂર્ણ સાદગી સભર ગુરૂ જન સાથે સમય વ્યતીત કરતા.
તેથી જ બાળકો ના જીવનમાં ગુરૂનુ આગવુ મહત્વ હોય છે,
ગુરૂ જ જિંદગીના બધા પાઠ ભણાવે છે અને સમગ્ર કળામાં નિપુણ બનાવે છે,
આપણને અંધકાર માંથી જ્ઞાનરૂપી ઉજાસ તરફ ગુરૂ જ લઇ જાય છે,
સાચુ જ્ઞાન અને સદવિચાર આપી આપણા જીવન માંથી અજ્ઞાનતા દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવે છે.
એટલે જ તો ગુરૂપૂર્ણિમા ના દિવસે ગુરૂની વંદના કરવી જોઈએ,માનવ જીવન ગુરૂ વિના અધુરુ છે.
આજના પવિત્ર અષાઢી પૂર્ણિમાએ મહર્ષિ વૈદ વ્યાસ નો જન્મ થયેલો તેથી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.
ગુરૂ પૂર્ણિમાએ ઘરમાં વડીલ માતા પિતા દાદાજી બધાને પગે લાગી આશિર્વાદ લેવા જોઈએ,
આજના દિવસે શ્ર્લોક બોલી ગુરૂ ભક્તિ કરી શકો છો.
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ :
ગુરૂ દેવો મહેશ્વર:,
ગુરૂ સાક્ષાત પર બ્રહ્મા
તસ્મૈ શ્રીગુરૂવે નમ:
by,
✍️ મીરા ડી વ્યાસ
(રાજકોટ)
published by,
SHAILESH JOSHI
(સાહિલ)
Comments
Post a Comment