"ખોવાઈ જવાય છે" ✍️✍️ઋતંભરા વિશ્વજીત (*ઋત્વિશ્વ*)

"ખોવાઈ જવાય છે"


ભરપુર જીવવાનો આનંદ કે કશુંક ખોવાનો ડર,
મૃત્યુ પછી ઉપર ભગવાન માંગશે
 જો કર...!
તો કર્મનું ભાથું બાંધવામાં 
જોતરાઈ જવાય છે ...!
પણ માણસોની ભીડમાં પોતાનું અસ્તિત્વ 
*યેનકેન પ્રકારેણ* ટકાવી રાખવામાં 
કયારેક ખોવાઈ જવાય છે...!
થોડુંક મેળવીને 
ઘણું બધુ
ખોયું છે,
ભવ્ય ભૂતકાળે દિવાસ્વપ્ન રોયું છે...!
આખી જીંદગી ભટક્યા જેની શોધમાં,ત્યારે
સામેથી જ આવીને 
મળનારને જોઈને પણ 
ક્યારેક ખોવાઈ જવાય છે...!
વેદના,સંવેદનાઓ થઈ જાય છે બુઠ્ઠી,
લાગણીઓ,ચાહતો  લાગે છે ક્યારેક જુઠ્ઠી.
લયબધ્ધ જીવનની ચાહનામાં ઘણું બધુ અટવાયું છે.
છતાંય આવેગોની માયાજાળના મોહપાશમાં 
ક્યારેક ખોવાઈ જવાય છે...!
શોધવાથી તો પ્રભુ ય  આવી ને મળશે,
એને ભજતા એ ભવોભવની પીડા ય હરશે.
ભગવાનને ભજવાની લ્હાયમાં જીવતર માણસાઈ વગર વિતી ગયું છે.
પણ  પોતાના જ અંતરમનમાં 
ઝાંકતા આત્માની આત્મિયતામાં
ક્યારેક ખોવાઈ જવાય છે....!
*સ્ત્રી છું*,મારી જાતને અસીમ 
પ્રેમ કરૂ છું.
મનોમન ક્યારેક જાતને છેતરૂ ય છું.
પારકાની પળોજણમાં 
પડ્યા વગર
ખુદના ખભા ખુદ જ થાબડી લેવાના રાખુ છું.
પણ મારી જાતને સર્વશ્રેષ્ઠ 
સાબિત કરવામાં
ક્યારેક  જાતે જ *સ્વ* થી જ ખોવાઈ જવાય છે...! 

#ઋતંભરા વિશ્વજીત
#ઋત્વિશ્વ
#ખોવાઈ જવાય છે
#સાહિલ

By,

ઋતંભરા વિશ્વજીત

(*ઋત્વિશ્વ*)

 


Published By,

Shailesh Joshi
  (સાહિલ)

Comments

Post a Comment

Popular posts from this blog

ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

SAHIL KI DIARY SE