+ તે શું કર્યું ? ️+ ✍ ઋતંભરા વિશ્વજીત (*ઋત્વિશ્વ*)
* તે શું કર્યું ? *
હવાએ પાણીને કહ્યું
મેં તો તને સિંચ્યુ,
ને આકાશેથી વરસવામાં પણ મેં જ
મદદ કરી,
એમાં તે શું કર્યું ?
હવાએ માળીને કહ્યું કે બાગમાં ફુલોને ખીલવવામાં મેં જ મદદ કરી, મેં જ પમરાટ ફેલાવ્યો,
એમાં તે શું કર્યું ?
હવાએ મનુષ્યને કહ્યું
કે મેં તો તને જીવાડ્યો,
તારા અસ્તિત્વનો અહેસાસ જ મારા થકી,
તો એમાં તે શું કર્યું ?
હવાએ આત્માને
કહ્યું કે ઇશ્વરની અટારીએથી
આવશે તારો કોલ,
ત્યારે હું જ તારો હાથ ઝાલીને લઈ જઇશ
તો તે શું કર્યું ?
ઘમંડી હવાનો મદ જોઇ રહેલાં ઈશ્વર બોલ્યાં,
હે હવા ,
હું જ્યારે તને શૂન્યાવકાશમાં કેદ કરીશ, ને તો તારું
સમગ્ર અસ્તિત્વ જ
અલોપ થઈ જશે,
તો તું શું કરીશ ?
#ઋતંભરા વિશ્વજીત
#ઋત્વિશ્વ
#સાહિલ
#તે શું કર્યું ?
By,
✍️✍️
ઋતંભરા વિશ્વજીત
(*ઋત્વિશ્વ*)
Published
by,
SHAILESH
JOSHI
(સાહિલ)
*

Comments
Post a Comment