''માયા લાગી'' ✍️✍️ રાગીની શુકલ "રાગ" (મુંબઈ, કાંદિવલી)
''માયા લાગી''
મીરાંનાં મનમાં માયા લાગી.
શ્યામનાં રંગમાં રંગાવું છે.
મારે શ્યામનાં રંગમાં.
દિ' હોય કે રાત હોય
મને કાના તારા રંગમાં રંગાવું છે.
મેં તો સુદબુદ ખોઈ રે.
રાણાનાં ઝેરના કટોરા પીધા રે.
હું તો તારી દિવાની, બની મીરાં...
મારા મન મંદિરમાં તમને
પ્રિયતમ બનાવ્યાં હવે તો.
ઓ મારા રંગ રસિયા કાના.
મારી આશાનાં તાેરણ હાર તમે.
તમ ખાતર બની હું જોગણ કાના...
લીધો એકતારો હાથમાં
કેવી રે ઉત્કૃષ્ટ છું હું.
દિલની તૃપ્ત જમીન પર
માત્ર કૃષ્ણનાં દશૅનની જ આશા છે.
મને તો એકતારો લગાવવાની જ હેલી લાગી.
મેં તો તને પામવા દીધી કેટકેટલી પરીક્ષાઓ..
પિયુનાં તજી જવાથી વિરહણ ને વેદનાનું દુ:ખ
ભારી પડતા ઘર છોડીને જઈ ના શકે કયાંય માટે
મુરલીધર આવીને જતો રહે તો.
આંગળીના વેઢા ગણતા ગણતા ઘસાઈ ગયા.
કેટલી કરાવીશ પ્રતીક્ષા
મીરાં કહે.. વાલા.
કેટલી કરુ...?
ઝાંઝ, મૃદંગ, વાંસળી, એકતારો વાગ્યો ને વસંત ઋતુની પધરામણી..
મીરાં અરજ કરે પ્રભુ..
દશૅનની પ્યાસી જન્મોજન્મની.
કૃષ્ણ ઘેલી મીરાંનો ને રાધાનો સ્વાગ કેવો ?
દિલને સ્પશીૅ જાય છે.
મીરાંની ભકિતનું પાનુ કાઢી લઈએ તો..
જાણે કૃષ્ણ અધૂરા લાગે.
મીરાં તો પ્રેયસી છે ને.
મહેલની વાહ વાહ છોડીને..
ચાહવા સીવાય કાંઈ જ નથી કયુૅ.
એતો બચપનથી કરતી હતી કૃષ્ણને પ્રિતડી...
તો બીજા સાથી કેમ ?
મીરાંની તરસ, વિરહ, ચરમ સીમાએ છે.
મીરાંનું અસ્તિત્વ કાના વીના અધુરુ..,
ભકિતના રંગે રંગાય..
દશૅનનાં રંગે રંગાય...
માયા લગાડી કૃષ્ણ સંગ અનોખી..
કે નાચે એકતારો લઈને...
By,
✍️✍️✍️
રાગીની શુકલ
"રાગ"
(મુંબઈ ,કાંદિવલી)
Published by
Shailesh joshi
[sahil]



ખુબ સરસ બહેન....
ReplyDeleteઅઢળક શુભેચ્છાઓ...