''સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી'' ✍️✍️ અવની શિવાંગ દવે, "શિવે સ્વરી" વડોદરા
સોળે શણગાર સજી જળ ભરવાં ચાલી રે પનિહારી
ઠુમક ઠુમક કરતી ચાલે રે એ નખરાળી,
નવોઢા લાગે તે તો રૂપ ની રે મહારાણી,
સજી રે સોળે શણગાર ,
જળ ભરવાં ચાલી રે પનિહારી.
લટકતી શિખા જાણે સર્પ ની સવારી,
લલાટે લટકતી લટ ની તેને તો ઘણી રે ખુમારી,
વહે છે તેના રૂપ નો રે સાગર,
જોતો, પનિહારી ભરવાં ચાલી રે ગાગર.
ગામડાં ની કેડીઓ રે મહેકાવી,
જાગ્યું રે મહેરામણ જોવા તેને દોટ રે લગાવી,
જોબન જાણે મહેકાવે રે ઉપવન,
ગુણો રે તેના ગામ ને પણ બનાવે મધુવન.
ભણેલી ગણેલી ચતુર એ તો નાર,
દીપાવ્યા, બંને કુળ તેણે કર્યો રે બેડો પાર.
અંતે રચના નો છે એક જ સાર....
સ્ત્રી નું કર સન્માન તો થાશે તારો ભવ રે પાર.
By,
✍️✍️
અવની શિવાંગ દવે
"શિવે સ્વરી"
વડોદરા
#શિવે સ્વરી
#અવની શિવાંગ દવે
#પનિહારી
#SAHIL
Published By,
Shailesh Joshi
(sahil)





Thank you very much guys
ReplyDelete