''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.

                             

"એક શિક્ષક"





આમ જુઓ તો, હું એક શિક્ષક છું,
વિધાર્થીઓ માટે મોટું  હું શાસ્ત્ર છું.

વિધાર્થીઓ ની ભૂલ બધી સુધારું, હું એક શિક્ષક છું, 
ગડમથલ હોય તો ગડ ઉકેલી આપું એવો શિક્ષક છું.

જિંદગી જીવવા જરૂરી વ્યવહારીક જ્ઞાન આપું છું,
અજ્ઞાન હટાવી સૌનું, જીવનમાં ઘડતર કરું છું.

આજ ખર્ચે  કાલ મળે, એવું હું વળતર દઉં છું,
જીવન સુધારે સૌનું, એટલે તો હું એક શિક્ષક છું.

ભાવમાં સાવ સસ્તું શિક્ષણ,પણ જીવન ઘડતર નો પાયો છું,
ભણ્યાં નાં વર્ષો પછી મળશે વળતર એવો આજનો શિક્ષક છું.

જિંદગી ભણતર વગર બેકાર છે, એવો હું ગણતર છું,
ગર્વથી કહો ભાઈ, સાચી શિક્ષા આપનાર હું શિક્ષક છું...




By,
✍️✍️
ભાવના ભટ્ટ
(અમદાવાદ)






#એક શિક્ષક
#ભાવના ભટ્ટ
#સાહિલ


Published By, 
Shailesh joshi
   (સાહિલ)

Comments

Popular posts from this blog

ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

SAHIL KI DIARY SE