"શ્રાવણ મહિનો આવ્યો" ✍️✍️અવની શિવાંગ દવે "શિવે સ્વરી" વડોદરા.
શ્રાવણ મહિનો આવ્યો....
શ્રાવણ માસ રે આવ્યો,....(૨)
અરે, પાવન માસ રે આવ્યો,
હરિ - હર ને સાથે લાવ્યો,
કેવો રૂડો મેળો રે ભરાયો......
વ્હાલો, શ્રાવણ......
દિવાસો થી શરૂ રે થાતો,
દશા માં ને સાથે રે લાવતો
રાંધણ છઠ્ઠ ને સાતમ આવી,
કુલેર - વડા ની મજા રે માણી,
જન્માષ્ટમી નો દિવસ રે આવ્યો,
મારો કાનુડો જો ને કેવો રે ડાહ્યો.
જોને,રૂડો શ્રાવણ......
નાળિયેરી પૂનમ રે આવી,
દરિયા ખેડૂ એ નાવ રે સજાવી,
બહેને ભાઈ ને રાખડી રે બાંધી,
રક્ષાકવચ સંગ મોટી ભેટ રે વધાવી,
ભાઈ - બેન ની જોડી રે રાજી,
કહે સૌ રે વ્હાજી..... વ્હાજી.
બોલો વ્હાલો શ્રાવણ.....
શ્રાવણ માસ રે આવ્યો ....(૨)
By,
✍️✍️✍️
અવની શિવાંગ દવે
"શિવે સ્વરી"
વડોદરા.
Published By
Shailesh Joshi


Must read
ReplyDeleteWow very nice
ReplyDelete