કયાં સુધી.....✍️ રાગીની શુકલ"રાગ"
કયાં સુધી.....
સ્ત્રી છું કયાં સુધી જીરવું ?
ત્યાગની મૂતિૅ છું અબળા નથી.
સ્ત્રીને નરકની ખાણ કહેવાય છે ,
પણ પ્રેરણાની મૂતિૅ છે.
રહસ્યમયી ને દયાળુ.
સ્ત્રી છું પણ કોઈની કરજદાર નથી.
નર ને નારી માણસ બને છે.
સ્ત્રી કદી નર પર ભારી નથી.
છે શક્તિ નો અવતાર એ.
હવે પહેલા જેવી રહીં નથી.
ના સમજને મૂખૅ અબળા
કેદમાં ઔરત હવે રહેશે કયાં સુધી ?
આપોને માત્ર એક મુકત ગગન પછી જોવો.
કયા સુધી ચાર દિવાલમાં
બંધ રાખશો.
મારી છાતીનાં પિંજરામાં પળ ધબકતું હૈયું છે.
શબ્દ થી કહેવાની જરુર નથી.
મારા માટે બોલશો તો.
કયાં અલ્પવિરામ,
પૂણૅવિરામ,
કે ઉદગારચિન્હ નહીં આવે.
નાની વાત કરું કે સ્ત્રી જે રીતે એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.
પ્રેમથી...
ત્યાં સુધી જ..
સ્ત્રી સ્ત્રી છે એનાં સિવાય બધુ જ છે...
કયાં સુધી હું કોયડો બનીને જીવું .
હું એવું તાળું છું કે એની ચાવી ના મળે.
મારી ખૂબીઓ તો પુસ્તકનાં પાનામાં સમાઈ ગઈ.
સંસારની રોશની ઉષ્માં ભરી સાક્ષાત ઈશ્વરની સુંદરતાનું પ્રમાણ છે.
જયારે પુરુષ લાગણીઓનો સરવાળોને ,
સ્ત્રી તો ગુણાકારનો ભંડાર છે પછી ,
કયાં સુધી પગની જૂતી સમજશો.
પોતાની અક્કલથી સવૅ કામ કરે છે....
by,
✍️ રાગીની શુકલ"રાગ"
(મુંબઈ ,કાંદિવલી.)
published by,
SHAILESH JOSHI
(સાહિલ)
Purus sarvado ane stri gunakar bahot khub 💐💐👌👌
ReplyDeleteThanks રાઠોડ સાહેબ..
DeleteNice
ReplyDeleteThanks
Delete