Posts

+ તે શું કર્યું ? ️+ ✍ ઋતંભરા વિશ્વજીત (*ઋત્વિશ્વ*)

Image
* તે શું કર્યું ? * હવાએ પાણીને કહ્યું  મેં  તો  તને સિંચ્યુ, ને આકાશેથી વરસવામાં પણ મેં જ મદદ કરી, એમાં  તે શું કર્યું ? હવાએ  માળીને કહ્યું કે બાગમાં ફુલોને ખીલવવામાં મેં જ મદદ કરી, મેં  જ પમરાટ ફેલાવ્યો,  એમાં  તે શું  કર્યું ? હવાએ  મનુષ્યને  કહ્યું  કે મેં  તો તને જીવાડ્યો, તારા  અસ્તિત્વનો અહેસાસ  જ મારા થકી, તો એમાં તે શું કર્યું ? હવાએ  આત્માને  કહ્યું કે ઇશ્વરની અટારીએથી આવશે તારો કોલ, ત્યારે હું જ તારો હાથ ઝાલીને લઈ  જઇશ તો તે શું  કર્યું ? ઘમંડી હવાનો મદ જોઇ રહેલાં ઈશ્વર બોલ્યાં,  હે હવા , હું  જ્યારે તને શૂન્યાવકાશમાં કેદ કરીશ, ને તો  તારું   સમગ્ર  અસ્તિત્વ જ  અલોપ થઈ જશે, તો તું  શું કરીશ ? #ઋતંભરા વિશ્વજીત #ઋત્વિશ્વ #સાહિલ #તે શું કર્યું ? By, ✍ ️ ✍ ️ ઋતંભરા વિશ્વજીત   (* ઋત્વિશ્વ *)     Published by, SHAILESH JOSHI   ( સાહિલ )  *

''રિટર્નગિફ્ટ'' (માઈક્રોફિકશન ) , ✍ સુચિતા ભટ્ટ (કલ્પનાના સુર)

Image
  ''રિટર્નગિફ્ટ '' + માઈક્રોફિકશન +                બે દિવસ પછી હેલીનો જન્મ દિવસ હતો. તેના વિચારોમાં ગજબની શ્રેષ્ઠતા હતી. દર વખતે તે પિતા પાસે કંઇક ને કંઇક માગતી પણ હવે સમજતી થઇ એટલે કંઇક અલગ જ માંગવાના ઈરાદા સાથે પપ્પાને ઓફીસથી એક દિવસ માટે રજા લેવાનું કહ્યું, દીકરી લાડકી હોવાથી પિતાને ના પાડવાની કોઈ બારી જ નહોતી.          જન્મદિવસના દિવસે જ સવારે વહેલા ઉઠી નાહી-ધોઈ તૈયાર થઇ ને પપ્પાને પણ જલ્દી તૈયાર થવા આદેશ આપ્યો અને કહ્યું પપ્પા વચન આપો આજની મારી માંગણીઓનો તમે અસ્વીકાર નહી. કરો. પપ્પાએ લાડકી ને વચન આપ્યું.         ગાડીમાં પિતાને બેસાડી તેમની આંખે પટ્ટી બાંધી ગાડી ચલાવવા લાગી, અને ગાડી અંતે ક્રિષ્ના વૃદ્ધાશ્રમમાં જઈને અટકી, અને પપ્પાને હાથ પકડી અંદર લઇ ગઈ, હેલીને અને પિતાને જોતા જ ઘરડા દાદીના આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા, હેલીએ તરત જ આંખની પટ્ટી પિતાની ખોલી અને એક જ શબ્દમાં પિતાને કહ્યું,   “ જેમ તમને હું વહાલી છું તેમ દાદીને પણ તમે વ્હાલા છો, હવે દાદી આપણી સાથે ઘરે આવશે. તે જ મારી ભેટ...

"ખોવાઈ જવાય છે" ✍️✍️ઋતંભરા વિશ્વજીત (*ઋત્વિશ્વ*)

Image
"ખોવાઈ જવાય છે" ભરપુર જીવવાનો આનંદ કે કશુંક ખોવાનો ડર, મૃત્યુ પછી ઉપર ભગવાન માંગશે  જો કર...! તો કર્મનું ભાથું બાંધવામાં  જોતરાઈ જવાય છે ...! પણ માણસોની ભીડમાં પોતાનું અસ્તિત્વ  *યેનકેન પ્રકારેણ* ટકાવી રાખવામાં  કયારેક ખોવાઈ જવાય છે...! થોડુંક મેળવીને  ઘણું બધુ ખોયું છે, ભવ્ય ભૂતકાળે દિવાસ્વપ્ન રોયું છે...! આખી જીંદગી ભટક્યા જેની શોધમાં,ત્યારે સામેથી જ આવીને  મળનારને જોઈને પણ  ક્યારેક ખોવાઈ જવાય છે...! વેદના,સંવેદનાઓ થઈ જાય છે બુઠ્ઠી, લાગણીઓ,ચાહતો  લાગે છે ક્યારેક જુઠ્ઠી. લયબધ્ધ જીવનની ચાહનામાં ઘણું બધુ અટવાયું છે. છતાંય આવેગોની માયાજાળના મોહપાશમાં  ક્યારેક ખોવાઈ જવાય છે...! શોધવાથી તો પ્રભુ ય  આવી ને મળશે, એને ભજતા એ ભવોભવની પીડા ય હરશે. ભગવાનને ભજવાની લ્હાયમાં જીવતર માણસાઈ વગર વિતી ગયું છે. પણ  પોતાના જ અંતરમનમાં  ઝાંકતા આત્માની આત્મિયતામાં ક્યારેક ખોવાઈ જવાય છે....! *સ્ત્રી છું* ,મારી જાતને અસીમ  પ્રેમ કરૂ છું. મનોમન ક્યારેક જાતને છેતરૂ ય છું. પારકાની પળોજણમાં  પડ્યા વગર ખુદના ખભા ખુદ જ થાબડી લેવાના રાખુ છું. પણ મા...

''તું ના સમજ'' ✍️✍️✍️ ,નીમુ'રા

Image
+  તું ના સમજ  + ઘનઘોર ઘેરાતાં હોય છે વાદળો મારામાં . તું ના સમજ , કેફ છે ગર્જનાનો મારામાં .   પડઘાઓ અવિરત પડ્યા કરે છે , ધરબાયેલી કૈંક વેદના રડ્યા કરે છે , છે કેટલીયે આહ ! ભીતર મારામાં . તું ના સમજ , કેફ છે ગર્જનાનો મારામાં .   વીજળીની તરડાઈ પણ છે , કાટકાની     કડકાઈ   પણ છે , સળવળ સળવળ થાય ત્રાડ મારામાં . તું ના સમજ , કેફ છે ગર્જનાનો મારામાં .   ચોમાસા બોલ ! શું રાખું હું આશ ? તું તો માંડ વરહમાં બે ચાર માસ , અહીં તો હેલી બારેમાસ મારામાં . તું ના સમજ , કેફ છે ગર્જનાનો મારામાં . BY,   ✍ ️ ✍ ️     , નીમુ ' રા   Published by, SHAILESH JOSHI   ( સાહિલ )

" प्यार का ज़ख्म " ✍️ अवनी शिवांग दवे (शिवे स्वरी), वडोदरा

Image
" प्यार का ज़ख्म "  इश्क़ में हमने ये कया नजारा देख लिया। अब तो जीना एक ज़ख्म बन गया। जाने क्यों ?  हमने चाहा  आपको इतना । की जीवन मेरा एक सितम बन गया। खाई है मैने दुनिया की ठोकर। अब तो हमें नहीं खुद की  फिकर।   ऐसा तो मैंने क्या गुना किया? की लोगो ने मुझे जिंदा लाश बना दिया। कभी  नहीं बजती  एक हाथ से ताली।                                         तो फिर दुनिया मुझे ही क्यों देती हैं गाली ?                                                           # શિવે સ્વરી                                                   # અવની શિવાંગ દવે                   ...

સમયની રેત પર.... ✍️ , નિમુ'રા

Image
સમયની રેત પર.... સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવાના. તમે આવ્યા ને આ ગયા, કાયમ નથી રહેવાના. મળીશું બેહદ એ શમણાં,હકીકત નથી રહેવાના. ઉડે છે રાખ આ મિલનની,મળતા નથી રહેવાના. સમેટુ યાદ એ વખતની,દિવસો નથી રહેવાના. ચુભે છે ઘાવ એ સ્મરણનાં,ઘાયલ નથી રહેવાના. ચુકેલી નાવ એ સફરની,મુસાફિર નથી રહેવાના. જીવીશું જાણી એ મરણને,ભટકતા નથી રહેવાના. સમયની રેત પર.... By, ✍️ ,નીમુ'રા Publiced by, Shailesh joshi    સાહિલ

કયાં સુધી.....✍️ રાગીની શુકલ"રાગ"

Image
  કયાં સુધી..... સ્ત્રી છું કયાં સુધી જીરવું ? ત્યાગની મૂતિૅ છું અબળા નથી. સ્ત્રીને નરકની ખાણ કહેવાય છે , પણ પ્રેરણાની મૂતિૅ છે. રહસ્યમયી ને દયાળુ. સ્ત્રી છું પણ કોઈની કરજદાર નથી. નર ને નારી માણસ બને છે.  સ્ત્રી કદી નર પર ભારી નથી. છે શક્તિ નો અવતાર એ. હવે પહેલા જેવી રહીં નથી. ના સમજને મૂખૅ અબળા કેદમાં ઔરત હવે રહેશે કયાં સુધી ? આપોને માત્ર એક મુકત ગગન પછી જોવો. કયા સુધી ચાર દિવાલમાં બંધ રાખશો. મારી છાતીનાં પિંજરામાં પળ ધબકતું હૈયું છે. શબ્દ થી કહેવાની જરુર નથી. મારા માટે બોલશો તો. કયાં અલ્પવિરામ, પૂણૅવિરામ,  કે ઉદગારચિન્હ નહીં આવે. નાની વાત કરું કે સ્ત્રી જે રીતે એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે. પ્રેમથી... ત્યાં સુધી જ.. સ્ત્રી સ્ત્રી છે એનાં સિવાય બધુ જ છે... કયાં સુધી હું કોયડો બનીને જીવું . હું એવું તાળું છું કે એની ચાવી ના મળે. મારી ખૂબીઓ તો પુસ્તકનાં પાનામાં સમાઈ ગઈ. સંસારની રોશની ઉષ્માં ભરી સાક્ષાત ઈશ્વરની સુંદરતાનું પ્રમાણ છે. જયારે પુરુષ લાગણીઓનો સરવાળોને , સ્ત્રી તો ગુણાકારનો ભંડાર છે પછી , કયાં સુધી પગની જૂતી સમજશો. પોતાની અક્કલથી સવૅ કામ કરે છે.... by, ✍️...

''ગુરૂપૂર્ણિમા" ✍️ મીરા ડી વ્યાસ (રાજકોટ)

Image
                                                        ગુરૂપૂર્ણિમા                 અષાઢી પૂર્ણિમાએ ગુરૂપૂર્ણિમા ઉજવણી કરીએ છીએ સંસારમાં દરેક વ્યક્તિ નાં જીવનમાં એક ગુરૂ હોવા જરૂરી છે. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે ગુરૂ એટલે કોઈ સંત મહાત્માકે કોઈ પંડિતજી હોવા જોઈએ પરંતુ એવુ નથી,  આપણા માતા, પિતા, કે મિત્ર કે આપણને શાળા કે કોલેજના શિક્ષક પણ હોઇ શકે.  જેને આપણે ગુરૂ માની જ્ઞાન, સદકર્મ, અને સુસંસ્કારોનો વારસો ભેટ મેળવીએ છીએ. બાળકો માટે શાળા એવી જ્ઞાનરૂપી શાળા છે જયાં એક  બાળક પહેલીવાર ગુરૂ ના સંપર્કમાં આવે છે અને આ પાઠશાળા માંથી જ બાળકો પોતાના જીવન ઘડતરના પાઠ ભણે છે. પુરાતન કાળમાં શાળા કોલેજો હતા નહિ તેથી બાળકોને આશ્રમમાં રહી ગુરૂ સાનિધ્ય અપનાવી વિદ્યા ગ્રહણ કરતા અને સંપૂર્ણ સાદગી સભર ગુરૂ જન સાથે સમય વ્યતીત કરતા. તેથી જ બાળકો ના જીવનમાં ગુરૂનુ આગવુ મહત્વ હોય છે,  ગુરૂ જ જિંદગીના બધા પાઠ ભણાવ...