''એક સિનિયર એમ.આર. ની વ્યથા'' ✍✍ ઋત્વિજ પટેલ (ગુમનામ)


 ''એક સિનિયર એમ.આર. ની વ્યથા''



     સૂર્યથી સળગતી ધરતી માતા પર અડગ ડગલાં ભરતો ભરતો આગળ વધતો હતો. ના રાત ના દિવસ નુ ભાન હતું એને. આગળ ડગલાં ભરતો હતો. અંધકારને ચિરીને આગળ વધતા પ્રકાશની જેમ દર્દીઓમાં આશાનું કિરણ હતો. એનું નામ બ્રિજેશ હતું. પણ એનું કામ બહુ અઘરું હતું. સવારે ટિફિનનો ડબ્બો લઈને આશરે પાંચ - વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી જાય. પાસે કંપની આપેલી સેમ્પલ થી ભરેલી મોટી બેગ અને દાક્તર ને આપવાના અંગ્રેજી ભાષા માં લખેલા કાગળિયા. આખો દિવસ એક દવાની દુકાન થી બીજી દુકાન ને એક દાક્તર થી બીજા દાક્તર ની હોસ્પિટલ સુધી ફરતો રહેતો ને કંપની ને આપેલા દવાના સેમ્પલ ને કાગળિયા આપતો રહેતો. વચ્ચે જો થોડો સમય મળી જાય તો ચા ની દુકાન પણ બેસી ને ટિફિન ખાઈ લેતો. આવતા જતા લોકો ને જોતો રહેતો. ક્યારેક ક્યાંક બાગ દેખાઈ જાય તો એમાં જઈ ને મખમલી ઘાસ પર લંબાવી દે તો ને એક જોકું ખાઈ લેતો. ફરી સાંજે દોડાદોડી ને રાત્રે દસ વાગ્યા ની આસપાસ ઘેર પહોંચતો. બસ આજ એની જિંદગી હતી. આવી બેકાર જિંદગી માં પણ હસતા મોઢે જીવતો જતો હતો.

  રોજ ની જેમ આજે પણ બ્રિજેશ સવારે પાંચ વાગ્યે ઉઠ્યો. રાત થી કણસતા શરીર નો થાક હજી એને લાગતો હતો પણ આજે એના મેનેજર સાહેબ એની જોડે  કામ કરવા આવાના હતા એટલે ઉઠ્યા વગર છૂટકો હતો. એના મેનેજર પણ વિચિત્ર સ્વભાવ ના હતા એટલે એમનો વિચાર આવતા ની સાથે ધ્રુજી ઉઠ્યો. કોટવાળા સાહેબ નો ખોફ પણ એવો હતો. કોઈ પણ વ્યક્તિ ના કામ ની જરા પણ દરકાર કરતા નહિ. ક્યારેક સારું કામ કર્યું હોય તો પણ સરસ બોલતા એમને હાંફ ચઢે એટલે સરસ પણ બોલે નહિ. પણ જો જરાપણ ભૂલ થઈ જાય તો આવી બન્યું. જાણે આકાશ માંથી વીજળીઓ તૂટી ને નીચે ધરા પણ પડતી હોય એમ એમના મોઢા માંથી અપશબ્દો નો મારો શરૂ થઈ જાય ને લાલ ગુમ તગતગતી આંખો થી જાણે અનેક તીરો વાગ્યા હોય એવું દર્દ શરૂ થઈ જાય. એમનો વિચાર આવતા બ્રિજેશ પથારી માંથી ઉછળ્યો ને તૈયાર થવા લાગ્યો. ફટાફટ નાહી ને દાતણ કર્યું ને ક્રીમ કલર નો શર્ટ ને કોફી કલરનું પેન્ટ કાઢયું. કપડા સામે જોઈ ને મંદ મંદ સ્મિત કર્યું. જાણે દિવસ માટે એને રાખ્યા હશે. ફટાફટ તૈયાર થઈ ને બહાર ના રૂમ માં આવ્યો ને અચાનક એને કંઈ યાદ આવ્યું. તરત અંદર ગયો ને કંપની આપેલી ટાઈ લઈ આવ્યો. મનમાં વિચાર્યું કે હાશ અનુભવ કામ લાગ્યો ને ટાઇ યાદ આવી ગઈ નહિ તો આજે ફરી વીજળીઓ નો વરસાદ ને લાલઘૂમ આંખો ના બાણ ખાવા પડતા. બહાર ના રૂમ માં આવી ને ફટાફટ કંપની ની બેગ ભરવા લાગ્યો. મનોમન વિચારવા લાગ્યો " એક પણ દવા નુ સેમ્પલ રહી ના જાય એનું ધ્યાન રાખવું પડશે નઈ તો છેલ્લી વખત જેવું થશે. સાલું દાક્તર ના રૂમ માં મેનેજર ગમે તે દવા નુ સેમ્પલ માગે છે ને સેમ્પલ ના નીકળે તો બહાર આવી ને એટલું જ્ઞાન આપે છે જેટલું તો છેલ્લા ૩૦ વર્ષોમાં મે નથી ભેગુ કર્યું. ના ભાઈ ના આજે તો એક પણ દવા નુ સેમ્પલ રહેવું નઈ જોઈએ. આજે બીજી બેગ પણ ભરી લવ'' એટલા માં તો એની ઘરવાળી બૂમ નાખી. "અલા એય સાંભળો છો. ટિફિન ભૂલી ના જતા. નઈ તો મારે ગામ ના છેક  નાકે નાખવા જવું પડે છે. આપડી શેરી ના કૂતરાઓ તો ખાતા પણ નથી." બ્રિજેશે મનોમન વિચાર્યું કે " સાલું ક્યાંથી ખાય. કૂતરાં ને પણ ના ભાવે એવું બનાવે છે. જાણે કયા જન્મ નો બદલો લાવ છું." પણ બોલવાની હિંમત ના ચાલી એટલે ગમ ખાઈ ગયો ને ફક્ત એટલું બોલ્યો કે " હા સારું. જોઈ લઈશ." તરત એની ઘરવાળી તાડુકી ને બોલી " શું સારું જોઈ લઈશ??? તમારી મા ને સવારે ઉઠી ને બનાવતા એક કલાક લાગે છે ત્યારે એવી સ્વાદિષ્ટ રસોઈ તૈયાર થાય છે એટલે છાનામાના જોયા વગર ને ભૂલ્યા વગર લઈ જજો ટિફિન." " હા સારું મારી મા !! લઈ જઈશ ભૂલ્યા વગર."આખરે બ્રિજેશ ને બોલવું પડ્યું.


   ફટાફટ બે બેગ ને ટિફિન લઈ ને બ્રિજેશ ઘર ની બહાર નીકળ્યો ને બાઇક ની કિક મારી પણ શું? બાઇક ચાલુ ના થઈ. ઘચાઘચ-ઘચાઘચ બ્રિજેશ કિક મારતો રહ્યો પણ બાઇક શરૂ ના થઈ. બ્રિજેશ ભયાનક ટેન્શન માં આવી ગયો. સાલું બાઇક ને શું થયું. એટલા માં એની ઘરવાળી બહાર આવી ને કહ્યું " કાલે રાત્રે જિગ્લો આવ્યો હતો. રાત્રે બાઇક ની એને જરૂર હતી એટલે લઈ ગયો હતો પણ રસ્તા માં પેટ્રોલ ખલાસ થઈ ગયું. બાઇક માં પેટ્રોલ કેમ નથી રાખતા. બચારા ને રાત્રે ધક્કો મારી ને ઘેર મૂકવા આવું પડ્યું.આખું શરીર એનું દુઃખી ગયું એટલે મેં એને દવા લેવા પાંચસો રુપિયા આપ્યા છે."  બ્રિજેશ રોતા રોતા સ્વરે બોલ્યો " અરે ગાંડી! પૂરા પાંચસો રૂપિયા નુ પેટ્રોલ કાલે નખાયું હતું. આજે મેનેજર સાહેબ આવના હતા એટલે. ને ઘર માં દુખાવા ની ટીકડી ના સેમ્પલ તો હતા. ના અપાય. ગયા મારા હજાર રૂપિયા ગયા."  ઘરવાળી બોલી" ખબરદાર જો મારા ભાઈ ને કંઈ કહ્યું છે તો. ને આખો દિવસ શુ પૈસા પૈસા રોવો છો. અને હજાર રૂપિયા ક્યાંથી આવ્યા!! મે ખાલી પાંચસો આપ્યા છે ને પણ દવાના!! " બ્રિજેશ થી રહેવાયું નહિ ને બોલી ગયો " તારો ભાઈ મને દર વખતે બહુ મોંગો પડે છે. દુખાવાની દવા સેમ્પલીયા તો ઘેર પડ્યા છે. હજી દસ દિવસ પહેલા તો ડબ્બો ભરી ને લઈ ગયો હતો. ચૂરણ થોડી છે કે રોજ ખાતો હોય ને પેટ્રોલ ના પાંચસો રૂપિયા કોણ ગણશે. તારી જોડે તો વાત કરવી બેકાર છે એમ બોલી ને બ્રિજેશ બાઇક ને ઢસેડતો ઢસેડતો એક કિલોમીટર દૂર આવેલા પેટ્રોલપંપ પર લઈ ગયો. ફરી એને પાંચસો નુ પેટ્રોલ ભરાવ્યું. મન માં વિચારતો હતો કે પંદરસો રૂપિયા ગયા આજે. હજી કેટલા જશે!! આવું ને આવું રહે તો પગાર ઓછો પડે ને. હજી તો પેટ્રોલ ભરી ને બહાર આવ્યો હતો કે તરત ફોન ની ઘંટી રણકી. ફોન ઉપાડતાં સામે થી એક વિચિત્ર અવાજ આવ્યો, " કહાપે હો બિર્જેશ જી! આજ કુછ કામ કરને કા હે કી નઈ ". બ્રિજેશ ના પેટ માં ફાડ પડી.' મેનેજર સાહેબ ની ગાડી આવી ગઈ લાગે છે. મારે મોડું થઈ ગયું. હવે શું કરીશ! હવે શું કહીશ!"   રફતાર થી બાઇક ચલાવી ને પાલનપુર ચાર રસ્તા પર પહોંચી ગયો.

   મેનેજર સાહેબ ને આવી ને ઉભેલા જોઈ ને શરીર માંથી કરંટ નીકળ્યો હોય એવી ધ્રુજારી આવી ગઈ. " હા બિર્જેશજી! કહા પે રહ ગયે થે! કે ફિર્સે લેટ હો ગયે!!!!" મેનેજર સાહેબ બોલ્યા. એના સાહેબ થોડા દૂર થી આવેલા ને વળી હિન્દી ભાસી પણ હતા એટલે બ્રિજેશ ને બિરજેશ કહેતા. " નહિ સાબ. અબ આપ સે કા છુપાના! સેલ થોડા કમ હે ઇસ લિયે સૂભે એક ગંટે તક પાંચ સાત દાક્તર મે રીમાઇન્દર લગા દેતા હું સાબ." બ્રિજેશ બહુ વિચારીને જવાબ આપ્યો. " વેલદન બિરજેશ ! યેહિ કરો. સેલ બડેગા. ચલો કહી ચાય વાય પિલાઓ." સાહેબ બોલ્યા. મણીભાઈ ચા વાળા ને ત્યાં બેય જણાએ મસ્ત ચાય ની ચુસ્કીઓ લીધી. ચા પી તો લીધી પણ હવે પૈસા કોણ આપે મોટો પ્રશ્ન હતો. બ્રિજેશ ધીરે થી કહ્યું કે "સાબ ચાય કા તિસ રૂપિયા હુઆ!!" સાહેબ બોલ્યા" હા તો દે દો. તુમ્હારે સાથ કામ કરને આયે હે તો હમ તુમ્હારે મેહમાન હુએ તો મેહમાન કા ધ્યાન તુમ્હે હી રખના હે."  સાહેબે આડકરી રીતે પણ કહી દીધું કે આજે જમવા ના પણ તારે આપવાના છે.  બ્રિજેશ મગજ માં તરત ગણતરી કરવા લાગ્યો. હે ભગવાન એક તો સવારે પંદરસો રૂપિયા નો ચૂનો લાગી ગયો છે સવાર સવાર મા. હજી કેટલા દિવસ ના પગાર નો ભોગ લેશો. મારા રિટાયાર મેન્ટ ના હવે ખાલી પાંચ - સાત વર્ષો બાકી છે ને કેટલા ખર્ચા બાકી છે. પણ હવે શું થાય. વિચારોમાં બ્રિજેશ મગ્ન હતો એટલા મા સાહેબ બોલ્યા " તુમારી ટાઇ કિધર હે બિરજેશ??" " એલા ટિફિન ના ચક્કરમા તો ટાઇ ટેબલ પર રહી ગઈ. " હે ભગવાન!! એક દિવસ માં કેટલી પરીક્ષાઓ લઈશ તું???" બ્રિજેશ વિચાર્યું. પણ પણ ક્યાં કાચો હતો. " સાબ! વો કયા હેને કી કુછ દાક્તર મે હમકો કાર્ડ લગા કે બેઠના પડતા હે તો મેને ટાઇ કો બેઠા દિયા, મતલબ મેરે જગહ ટાઇ હે ના. મે અભી લેકે આયા." ફટાફટ બાઇક ત્યાંથી આગળ લઈ ગયો ને સાહેબ ની નજર ના પડે રીતે ઉભુ રાખી ને એને લાલજી ઠાકોર ને ફોન કર્યો. ફરી ઘેર જવામાં જોખમ લાગ્યું એને. આમેય લાલજી એનો જૂનો મિત્ર. બેય લગભગ સાથેજ નોકરીએ લાગ્યાતા આશરે ૩૦ વર્ષો પહેલા." અરે લાલજી આજ નો દિવસ ટાઇ ઉધાર આપી દે. સાહેબ આવ્યા છે ને ટાઇ ભૂલી ગયો છું. લાલજી ઘેર થી નીકળતો હતો. " સારું ભાઈ, બહુ રોઇસ નહિ. લેતો આવું છું. આમેય તારી તો જૂની ટેવ છે ટાઇ ભૂલી જવાની." લાલજી કહ્યું. દસ મિનિટ માં તો લાલજી આવી ને ટાઇ આપી ગયો. જેમ તેમ કરી ને બ્રિજેશ ટાઇ બાંધી ને સાહેબ સમક્ષ હાજર થયો. " હા સાબ, અપના કાર્ડ લગ ગયા હે. બસ દાક્તર કો આને દો તબ તક હમ દવા કી દુકાન પે જાકે આતે હેચા ના જોશમાં ને જોશ સાહેબ પણ બ્રિજેશનુ માની ગયા

   બેય જણાં એક પછી એક દાક્તર ને મળવા લાગ્યા ને દવાઓ ના સેમ્પલ ને અંગ્રેજી ભાષામાં લખેલા ફરફરિયા આપવા લાગ્યા. સાહેબ પણ બ્રિજેશ ની હોસીયારી જોઇને ખુશ થયા. બપોરે જમવાનો સમય થઈ ગયો. બ્રિજેશ સાહેબ ને કહ્યું કે "સાબ કુછ ખા લેતે હૈ" સાહેબ તરત તાડુકી ને બોલ્યા" બહોત ભૂખ લગતા હે તુમકો બિરજેશ. ડાયાબિટીસ તો નઈ હો ગયા ના. યા ફિર થાઈરોઈડ?? જરા ચેક કરવા લેના." બ્રિજેશ બિચારો હવે શું બોલે. હજી માંડ પાંચ મિનિટ થઈ હશે ને સાહેબ બોલ્યા" મુજે લગતા હે બિરજેશ કુછ ખા લેના ચાહીએ. ખાલી પેટ કામ કરને મેં મજા નઈ આતા. મે દેખ રહા હું કી તુમ સુબે સે થકે થકે લગ રહે હો તો ખાના ખાને કેં બાદ તાકાત જાયેગી." તરત બ્રિજેશ ને એટલો ગુસ્સો આવ્યો કે જૂત્યું કાઢી ને મારુ પણ ફરીથી ગમ ખાઈ ગયો. લાલજી પણ એટલામાં ત્યાં આવી પહોંચ્યો. " સાબ લાલજીભાઈ ભી હમારે સાથ ખાના ખાયેગા." " હાંજી હાંજી કોઈ બાત નઈ. ઔર કોઈ યાર હો તો ઉસે ભી બુલાલો. " સાહેબ બોલ્યા. બ્રિજેશ રાજી ના રેડ થઈ ગયો ને વિચાર્યું કે જૂત્યું કાઢીને મારવાનો વિચાર મારો ભૂલ ભરેલો હતો. કોઈ દિવસ ખરાબ બોલે માણસ સારા હોય એવું પણ બને. બધા રસરંજન હોટેલ માં પેટ ભરીને ખાધું. મફત નુ ખાવાની ખુશી માં બ્રિજેશ ને લાલજી ઘેર થી ટિફિન લઈ ને આવ્યા છે પણ ભૂલી ગયા. હાથ ધોઈ ને ઊભા થતા હતા એટલા માં બીલ લઈને માણસ આવ્યો. સાહેબે તરત કોટ ના ખિસ્સા માંથી ફોન કાઢ્યો ને બ્રિજેશ ને કહ્યું કે " બિરજેશ મેરા એક ફોન રહા હે. મે બહાર જતા હું ઔર યે બીલ લે જાતા હું પર તુમ પૈસે અભી દે દેના. મે બાદ મે કભી તુમકો દે દુંગા " બ્રિજેશ માથા ના વાળ ખેંચ્યા ને લાલજી ને કહ્યું કે જૂત્યું મારી દેવાનું હતું.  લાલજી બોલ્યો" શું ભાઈ! હાલ બીલ દઇ દે. ને શું જૂત્યુ જૂત્યું બોલે છે" હવે બ્રિજેશ ને સવાર ની વાત યાદ આવી ગઈ કે હમતો મેહમાન હે ઔર મેહમાન કા ધ્યાન તુમ્હે હી રખના હે. હવે સમજી ચૂક્યો હતો કે બીલ પણ ગયું ને પૈસા પણ ગયા. ફરી એના હજાર રૂપિયા ગયા. બ્રિજેશ ને હવે કામ કરવાનો મૂડ જતો રહ્યો પણ આખરે શું કરે . આખરે એક સામાન્ય એમઆર હતો. જેમ જેમ હિંમત ભેગી કરી ને એણે સાહેબ ને સાંજ સુધી કામ કરાવ્યું ને બની શકે એટલા વધારે દાક્તર ને મળવ્યા. 

   હવે ખાલી એક છેલ્લા દાક્તર ને મળવાનું હતું. ત્યાં સાહેબ ને લઈ ને મળવા પહોંચ્યો. પણ વધારે દર્દીઓ ની ભીડ ને લીધે દાક્તરે મળવાની ના પડી. સાહેબ બોલ્યા" એસે કેસે વો ના બોલ સકતા હે. હમ દૂર સે આયે હે. દો મેરા કાર્ડ." બ્રિજેશ રિસેપ્સ્નિસ્ટ કાર્ડ આપ્યું, તો દાક્તરે કહેવડાવ્યું કે કાલે સવારે આવો. બસ વાત પર તો બહાર નીકળી ને ભડકી ગયા. બ્રિજેશ ને કહ્યું કે " કામ કરને મે ધ્યાન નઈ હે તુમ્હારા, આવરા ગર્દી હી કરતે હો. સેલ ભી કુછ હોતા નઈ હે. દાક્તર ભી તુમકો પેહચાનતે નઈ. મે તુમ્હારા ખરાબ રેકોર્ડ બનાવુંગા ઔર કંપની સે બોલ કે નિકલ વા દુંગા. તુમ દૂસરી કંપની ઢૂંઢ લો." આવું બોલી ને સાહેબ નીકળી ગયા. બ્રિજેશ છેલ્લા ૩૦ વર્ષો થી દવા ક્ષેત્ર માં સેવા કરતો હતો. દાક્તર ના કામ હોય કે દર્દી ના. જરૂર પૂરા કરતો. શરૂઆત ની જિંદગી માં એના મિત્રો પણ ગણા હતા પણ જેમ-જેમ વર્ષો વીતતા ગયા એમ એમ મિત્રો પણ વેઢે ગણાય એટલા થઈ ગયા ને અત્યારે તો ખાલી એક મિત્ર હતો લાલજી.

 

    બ્રિજેશ જેવા લોકો ની મહેનત પર દવા નુ ક્ષેત્ર ઉભુ થયું છે ને એના બદલા માં એને શું મળે છે? ધુત્કાર ને ધમકી? ઉંમર ના એવા ઉંબરા પર પહોંચી ને સિનિયર એમ આર મિત્રો કોઈ ને સામે હાથ પણ ફેલાવી સકતા નથી ને એમની મજબૂરી નો ફાયદો લઈ ને અમુક લોકો એમને હેરાન કરે છે.

    આથી દરેક કંપની ક્ષેત્ર માં ઉંમર ની મર્યાદા ને બાદ કરવાની જરૂર છે. જો દેશ ના સંચાલન માં વધારે ઉંમર વાળા નેતાઓ કામ કરી શકે છે તો સેવા ના ક્ષેત્રમા કેમ કામ ના કરી શકે. દરેક દવા બનાવતી કંપનીઓ વાત સમજવાની જરૂર છે. વાર્તા માં બધા પાત્રો કાલ્પનિક છે પણ ક્યાંક ને ક્યાંક અમુક અંશ અનુભવ ના આધારે લેવામાં આવ્યા છે. સાથે સાથે દવાના ક્ષેત્રમા કામ કરતા દરેક વ્યક્તિ ને વિનંતી છે કે સિનિયર લોકો નુ સમ્માન જાળવી ને રાખજો કેમ કે એમના અમૂલ્ય યોગદાન વિના ક્ષેત્ર ની વિકાસ કદાચ અટકી જાત.

 


''यु ही नहीं हैं हम वक्त के मोहताज ,बालो की सफेदी भी कुछ कहती है ''


By,
✍✍✍
ઋત્વિજ પટેલ
   ''ગુમનામ''



Published by,

SHAILESH JOSHI 

(સાહિલ)

 

 


Comments

Popular posts from this blog

SAHIL KI DIARY SE

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.