ઊર્મિ ....✍️✍️✍️પરેશા ભટૃ, (ખંભાત)

 ઊર્મિ....


        ઊર્મિ અને ઉમંગ નાનપણ ના મિત્રો, બન્ને મિત્રો એકબીજા વિના રહી ના શકે જાણે બે ખોળિયા માં એક જીવ. સાથે સાથે મોટા થયા ઉમંગ ડૉક્ટર બન્યો અને ઊર્મિ પણ સારૂ ભણી જોબ કરતી હતી. બંન્નેય એકબીજાના માટે બનેલા એટલે બે પરિવારોએ પ્રેમી પંખીડાને પરણાવ્યા. ઊર્મિ નુ આકાશ બસ એનો ઉમંગ, ન ક્યાંય ઉડી આકાશ આંબવાની ઇચ્છા, બસ વહેતી નિરંતર ઝરણાં સમ, પ્રેમ અને ભાવનાના મોજા સંગ. ઉમંગ અને ઊર્મિનો સુખી સંસાર ચાલતો હતો. 
                                    ''પણ વિધિની વક્રતા એ કંઇક બીજુ જ વિચારેલું'' 
        ઉમંગ ના હોસ્પીટલમાં અવની નામની સુંદર વાચાળ નર્સ આવી અને દિશા બદલાઇ ગઇ. અવની એટલે જાણે સુંદરતા ની મુરત જેના દેખાવ થી ભલભલા પુરુષનું હૈયું ધબાકરો ચુકી જતું, તેની સાથે બે ઘડી વાત કરવા માટે હોસ્પિટલ ના બધા જવાનિયાઓમાં જાણે હરિફાયઈ લાગી હોય. ઉમંગ અને અવની આખો દિવસ સાથે વિતાવતા હતા, અવની ની ચંચળતા સામે ઊર્મિના પ્રેમ નો રંગ ઝાંખો પડવા લાગ્યો, સમય જતા એમની વચ્ચે પ્રેમના સબંધ બંધાયા.

પગરવ જ્યાં પ્રિતમનો થયો.
ઉર ઉમંગે કેસૂડો મહેક્યો.
ગાલ ની લાલીમા પિયુ ઝબક્યો.
રતૂંબડી લજામણીનો પાલવ ગહેક્યો.. 

      આખી હોસ્પિટલમાં આ વાત ચાલતી અને ઊર્મિનો કાને પણ આ વાત આવી. સમયની વહેતી ધારામાં વહેતી ઊર્મિની ઊર્મિ ઢસડાવા લાગી. ઉમંગ નું વર્તન બદલાયુ નહોતુ પણ ઊર્મિ આ ઘા સહન ન કરી શકી. અંદર થી ઘવાયેલી ઊમિઁ ને આખરે કેન્સર થયુ.
       માંદગી ના બીછાને ઊર્મિને જોઇ ઉમંગ અકળી ગયો હરઘડી ઉમંગ નું શરીર પણ જાણે ઊર્મિ ના દુઃખ લીધે કણસતું રહેતું, એ સ્વયં ને દોષિત માનતો ''આ બધુ મારા  કારણે જ થયુ છે'' 

      એક દિવસ ઊર્મિ એ ઉમંગ અને આવનીને સાથે બોલાવ્યા. અવની અને ઉમંગ બંનેને ઊર્મિ એ કહ્યુ,'તમે મારી વાત માનશો', તો ઉમંગ કહે ''પહેલા તુ સાજી થાય એ જ મહત્વનું છે''. તો ઊર્મિ બોલી ''બસ હવે હું થોડા દિવસની જ મહેમાન છુ, ઉમંગ તુ મને વચન આપ મારા ગયા પછી તારી પસંદ અવની સાથે પરણી અને સુખે થી રહેજે''
      આ વાત સાંભળી અવની અને ઉમંગ અવાચક બની ગયા. ઉમંગ બોલ્યો 'બધુ મારા કારણે જ થયુ છે'.તો ઊર્મિ બોલી '' ઉમંગ તારો હાથ અવની ના હાથમાં મુકી સઘળી ચિંતાથી દૂર થવા માંગુ છું, કારણ કે મારા પ્રેમને મારા પછી માત્ર અવની જ સંભાળી શકે એમ છે. એમ કરી અવનીનો હાથ ઉમંગના હાથમાં મુક્યો.
       સંધ્યા ટાણે હોસ્પીટલમાં ત્રણ હૈયા રુદન કરી રહ્યા હતા...
''ઊર્મિએ ઉમંગને આજ નવજીવનની ઊર્મિ બક્ષી હતી, એ પણ પોતાના જીવનની આહૂતિ આપીને''

By,
✍️✍️✍️
પરેશા ભટૃ.
(ખંભાત)

Published by

Shailesh Joshi
(સાહિલ)

Comments

Post a Comment

Popular posts from this blog

SAHIL KI DIARY SE

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.