''તું ના સમજ'' ✍️✍️✍️ ,નીમુ'રા




તું ના સમજ +

ઘનઘોર ઘેરાતાં હોય છે વાદળો મારામાં.

તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.

 

પડઘાઓ અવિરત પડ્યા કરે છે,

ધરબાયેલી કૈંક વેદના રડ્યા કરે છે,

છે કેટલીયે આહ! ભીતર મારામાં.

તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.

 

વીજળીની તરડાઈ પણ છે,

કાટકાની   કડકાઈ  પણ છે,

સળવળ સળવળ થાય ત્રાડ મારામાં.

તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.

 

ચોમાસા બોલ! શું રાખું હું આશ?

તું તો માંડ વરહમાં બે ચાર માસ,

અહીં તો હેલી બારેમાસ મારામાં.

તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.


BY,

 ️    ,નીમુ'રા


 

Published by,

SHAILESH JOSHI

 (સાહિલ)



Comments

Post a Comment

Popular posts from this blog

SAHIL KI DIARY SE

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.