''તું ના સમજ'' ✍️✍️✍️ ,નીમુ'રા
+ તું ના સમજ +
ઘનઘોર
ઘેરાતાં હોય છે વાદળો મારામાં.
તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.
પડઘાઓ
અવિરત પડ્યા
કરે છે,
ધરબાયેલી
કૈંક વેદના
રડ્યા કરે છે,
છે કેટલીયે આહ! ભીતર
મારામાં.
તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.
વીજળીની
તરડાઈ પણ છે,
કાટકાની
કડકાઈ પણ છે,
સળવળ
સળવળ થાય ત્રાડ મારામાં.
તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.
ચોમાસા
બોલ! શું રાખું હું આશ?
તું તો માંડ વરહમાં
બે ચાર માસ,
અહીં
તો હેલી
બારેમાસ મારામાં.
તું ના સમજ, કેફ છે ગર્જનાનો મારામાં.
BY,
✍️✍️ ,નીમુ'રા
Published
by,
SHAILESH
JOSHI
(સાહિલ)

ખુબ સરસ,અભિવ્યક્તિ.
ReplyDeleteThanks..
Deleteઅહા! મારા શબ્દ મારો આનંદ
ReplyDeleteઆભાર
ReplyDeleteNice brother
ReplyDeleteવાહ નીતિનભાઈ👌
ReplyDeleteWah very nice sir
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteGazab
ReplyDeleteખૂબ સરસ અભિવ્યક્તિ
ReplyDeleteખૂબ જ સરસ
ReplyDeleteNice 👌👌
ReplyDelete