"ફરાળી સ્પાઈસી મસાલા વડા" 👩🍳ધનેશ્વરી કિરણકુમાર જોશી.
"ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada) આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો. 100 ગ્રામ શિંગોડાનો લોટ 100 ગ્રામ રાજગરાનો લોટ 150 ગ્રામ મોરિયાનો લોટ, 1 વાટકી દહીં 100 ગ્રામ ફુદીના ના પાન 50 ગ્રામ ઝીણી સમારેલી કોથમીર મીઠું અથવા સિંધવમીઠું સ્વાદ મુજબ 3 ચમચી આદું-મરચાંની પેસ્ટ 50 ગ્રામ શેકેલા સિંગ દાણા 1 ચમચી લીંબુ નો રસ જરૂર મુજબ 1 થી 2 ચમચી તલ તેલ - જરૂર પ્રમાણે ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ 50 ગ્રામ નાળિયેરનું ખમણ સૌ પ્રથમ ફરાળી વડા બનાવવા માટે શિંગોડાનો લોટ રાજગરાનો લોટ, ગ્રામ મોરિયાનો લોટ લઈ લોટમાં તેલનું મોણ નાખીને તેમાં તલ અને શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો,ઝીણી સમરેલા ફુદીનાના પાન કોથમીર આદું -મરચા ની પેસ્ટ, મીઠું અથવા સિંધવમીઠું નાખી ને મિક્ષ કરી કઠણ વડા નો લોટ બાંઘી થેપી ને વડા તૈયાર કરવા. હવે કડાઈ અથવા પેન માં તેલ મૂકી ને લાલાશ પડતા મ...